Wednesday 5 September 2018

ઈ-મેગેઝીન “ઉડાન” વિમોચન .


                રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન સંચાલિત મોડેલ સ્કૂલ માંડવા તા.કપરાડા જિ.વલસાડ દ્વારા પ્રકાશિત કરવામાં આવનાર -મેગેઝીનના અંકઉડાનમાં મોડેલ સ્કૂલ માંડવા શાળાની નિયમિતપણે થતી અભ્યાસિક અને સહભ્યાસિક પ્રવૃતિઓ તથા લેખો - નાવીન્યપૂર્ણ પ્રવૃતિઓનો  સમાવેશ કરવામાં આવે છે.


                      તા.૨૪/૦૮/૨૦૧૮ ના દિને મોડેલ સ્કૂલ માંડવાનું -મેગેઝીન ઉડાનના પ્રથમ અંકનું  વિમોચન   શ્રી બી.એમ.પટેલ,  જિલ્લા શિક્ષણાધિકારી વલસાડના વરદ હસ્તે કરવામાં આવ્યું.
 




ગુણવત્તા અભિવૃદ્ધિ (નિદાન - ઉપચાર )


           
                 “દરેક  બાળક ખાસ છે. અભ્યાસમાં પાછળ રહી ગયેલા દરેક બાળકને આગળ વધવાનો અધિકાર છે. પાછળ રહી જવાના કારણો ઘણા છે તેમ આગળ કરવાના ઉપાયો પણ છે.”

                  આજ ભાવ સાથે આમારી શાળાના તમામ શિક્ષકો નિષ્ઠાપૂર્વક કામ કરે છે. ધોરણ થી ૧૨ ના તમામ બાળકોની એકમ કસોટી દ્વારા બાળકોનું નિદાન કરી ઉપચારાત્મક કાર્યની જરૂર હોય તેવા પ્રિય બાળકો માટે  ખુબજ પ્રેમ અને ધીરજ  પૂર્વક ઉપચારાત્મક કાર્ય કરવામાં આવે છે.

                 એકમ કસોટી ઉપરાંત ધોરણ થી ૧૨ ના તમામ બાળકોમાટે ૫૦ ગુણની તારીખ: ઓગષ્ટ થી ઓગસ્ટ-૨૦૧૮ દરમિયાન  દ્વિ  માસીક કસોટીનું આયોજન કરવામાં આવ્યું. જેમના પરિણામ બાદ  ૩૧ ઓગષ્ટ-૨૦૧૮ સુધી દરરોજ શાળાના સમય સિવાય શાળા સમય પહેલાનો એક કલાક તમામ શિક્ષકોએ  સ્વેચ્છાએ કામ કરવાનું નક્કી કરી  ઉપચારાત્મક કાર્ય કરાવ્યું.
                 કોઈ કારણસર કક્ષા અનુસાર અભ્યાસમાં પાછળ રહી ગયેલા પ્રિય બાળકોને સંયમ અને નિષ્ઠા પૂર્વકની આપણી મદદ દ્વારા બાળકોની મુશ્કાન પરત લાવવામાં ચાલો આપણે બધા ભાગીદાર બનીએ.




તહેવારો અને શિક્ષણના વ્યવહારો


             રક્ષાબંધન એટલે ભાઇ-બહેનનો તહેવાર. તેનું બીજુ નામ ‘બળેવ’ છે. ભાઇના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધન પર્વ છે. રાખડી એ માત્ર સૂતરનો તંતુ નથી, એ તો શીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું એક પવિત્ર બંધન છે.          


             રક્ષાબંધનનો પર્વ એટલે દ્રષ્ટિ પરિવર્તનનો પર્વ, ભાઇ-બહેનના વિશુદ્ધ પ્રેમનું અસ્ખલિત વહેતું ઝરણું. રક્ષણ એટલે અંતરની આશિષનું રક્ષણ, હેતભરી શુભ ભાવનાનું રક્ષણ. આજ ભાવ સાથે તા.૨૫/૦૮/૨૦૧૮ના રોજ મોડેલ સ્કૂલ માંડવામાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાની વિદ્યાર્થીનીઓ -શિક્ષિકા બહેનોએ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી.

  

   

આઝાદીના આનંદિત નૃત્યો


                   આજે તો પર્વ છે, આઝાદીનો આનંદ માણવાનો. અમારી શાળાએ આજે  નાચ-ગાઈ જેમના થકી આઝાદી મળી એવા દેશ નેતાઓને યાદ કરી ૧૫મી ઓગસ્ટના દિને મોડેલ સ્કૂલ માંડવામાં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી.
                 આપણે જે કોઈ ક્ષેત્રમાં છીએ ત્યાં વફાદાર રહી નિષ્ઠાથી કામ કરી શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરવામાં  સૌ નિમિત બનીએ.

   

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી


                      મોડેલ સ્કૂલ માંડવામાં તા.૦૯/૦૮/૨૦૧૮ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. દિવસની ઉજવણી વિશે બાળકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી. વિવિધ વાધ્યો -નૃત્યોનું મહત્વ વિશેની સમજણ ગામના જાણકાર વ્યક્તિઓ દ્વારા બાળકોને પૂરી પાડવામાં આવી. બધાજ બાળકો અને શિક્ષકો સ્થાનિક વાધ્યોના તાલ પર ઝૂમ્યા.
                        અલગ અલગ સંસ્કૃતિને જાણવા- માણવાનો આવો અવસર થોડો જવા દેવાય.




                      

school logo