Sunday 1 July 2018

વાલી મીટીંગ ૨૧ જુન -૨૦૧૮

                  બાળકોના સર્વાંગીણ વિકાસમાં વાલી(સમાજ) અને શાળા બંનેની ભૂમિકા મહત્વની છે. આથી બાળકના ઘડતર માટે શાળા અને સમાજનું જોડાણ ખુબજ અગત્યનું છે. હેતુથી શાળામાં વાલી મીટીંગનું  આયોજન કરવામાં આવે છે.  મોડેલ સ્કૂલ માંડવામાં તા.૨૧/૦૬/૨૦૧૮નાં રોજ ધોરણ- થી ૧૨માં અભ્યાસ કરતા બાળકોના વાલીઓની મીટીંગ રાખવામાં આવી. જેમાં ખુબજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.





વિશ્વ યોગ દિવસની ઉજવણી

                     સયુંકત રાષ્ટ્રસંધ દ્વારા યોગને વૈશ્વિક સ્તરે સામેલ કરેલ છે. જે અનુસાર દર વર્ષે ૨૧ જુનવિશ્વ યોગ દિવસતરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. જે અંતર્ગત  મોડેલ સ્કૂલ માંડવામાં ૨૧ જુન ૨૦૧૮નાં દિને સવારે :૦૦ કલાકેવિશ્વ યોગ દિવસ”ની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાનાં ધોરણ થી ૧૨નાં કુલ ૨૨૦ જેટલા બાળકો, શૈક્ષણિક -બિન શૈક્ષણિક સ્ટાફ, વાલીઓ ઉપસ્થિત રહીવિશ્વ યોગ દિવસ”ની ઉજવણીમાં ભાગ લીધો હતો. ૨૧ જુનવિશ્વ યોગ દિવસ  અંતર્ગત વ્યાયામ શિક્ષકોને એક દિવસની તાલીમ જિલ્લા કક્ષાએ આપવામાં આવી હતી. તાલીમ પામેલ શિક્ષકશ્રી અનાગત વધેલા દ્વારા બાળકોને ઉજવણી અગાઉ વ્યવસ્થિત તાલીમ આપવામાં આવી.

                   સદર કાર્યક્રમને કુલ () ભાગમાં વહેચવામાં આવ્યો હતો. ભાગ- માં પ્રાર્થના, ભાગ- માં ચાર યૌગિક ક્રિયાઓ, ભાગ- માં વીસ આસનો, ભાગ- માં ચાર  પ્રાણાયામો, ભાગ- માં ધ્યાન અને ભાગ- માં સંકલ્પ અને શાંતિપાઠનો સમાવેશ કરવામાં આવ્યો.  આચાર્યશ્રી એન.એચ.ઠાકરે દ્વારા યોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો તથા જીવનમાં યોગનું મહત્વ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી.



શાળા પ્રવેશોત્સવની ઉજવણી-૨૦૧૮


                   મોડેલ સ્કૂલ માંડવા તા.કપરાડા જી.વલસાડ ખાતે તા.૧૫-૦૬-૨૦૧૮ના દિને રાજ્યકક્ષાના અધિકારી ડૉ.દિનેશકુમાર શર્મા (IFS) એપીસીસીસેફ રીસર્ચ એન્ડ ટ્રેનિંગનાં સાનિધ્યમાં કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં મોડેલ સ્કૂલ માંડવાના ધોરણ-૯માં ૬૦ બાળકો, વડદેવી પ્રાથમિક શાળાનાં ધોરણ-૧નાં ૦૫ બાળકો અને ડોડુનિયા પ્રાથમિક શાળાનાં ધોરણ-૧નાં  ૦૪ બાળકોને શાળા પ્રવેશ આપવામાં આવ્યો. તથા આંગણવાડીનાં બાળકોને રમકડાં તથા સુખડી વિતરણ કરવામાં આવ્યું. કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે સરસ્વતી સાધના યોજના હેઠળ મોડેલ સ્કૂલ માંડવાની કુલ ૪૪ કન્યાઓને સાયકલ વિતરણ કરવામાં આવી.








school logo